ટ્રૅકિંગ
આજે કોઈને પણ ટ્ર્રૅકિંગ એટલે શું તે સમજાવવું પડે તેમ નથી , કેમ કે આ અંગ્રેજી શબ્દ એટલો વ્યાપક રીતે વપરાય છે કે નાનું છોકરું પણ તેનો અર્થ જાણતું હોય છે. ટ્રૅકિંગને બદલે એમ કહો કે ચાલો પહાડી પદયાત્રા કરવા તો લોકો ગૂંચવાઈ જાય એવું પણ બને ! કેમ કે જ્યાં યાત્રા શબ્દ વપરાય છે ત્યાં તેને મોટે ભાગે ધાર્મિક સંદર્ભમાં લેવાય છે એટલે એમ જ સમજવામાં આવે કે કોઈ ધાર્મિક સ્થાન કે તીર્થદર્શનની વાત હશે. પદયાત્રાને બદલે જો વૉકિંગ , ટ્રૅકિંગ કે હાઈકિંગ જેવા શબ્દો વાપરવામાં આવે તો સાવ જુદો જ અર્થ સમજાય ! હવે અહીં ધીરગંભીર યાત્રા નહી પણ જાણે આનંદની સહેલગાહ હોય એવું લાગવા માંડે , તો અમુકને જાણે કોઈ મોટું પરાક્રમ કરવા જઈ રહ્યાં છીએ એવું પણ લાગે ! ટ્રૅકિંગ એટલે પ્રકૃતિની ગોદમાં જઈને તેની સાથે એકરૂપ થઈ જવાનો અવસર. જંગલો , પહાડોનો મારગ હોય કે બરફિલા પર્વતો ભણી દોરી જતી દુર્ગમ પગદંડી હોય , મૂળ હેતુ તો કુદરતને માણવાનો જ હોય છે. જે પ્રાકૃતિક તત્વો આપણા રોજરોજનાં જીવનમાંથી દૂર ચાલ્યા ગયા છે તેમની પાસે જવાનો આ એક અવસર હોય છે. આજે આધુનિકતાની દોડ અને જમાનાન...